રાજકારણ@દેશ: વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ 2 વખત ભાષણ રોક્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદમાં કેટલીક વાર પક્ષોના નેતાઓ વચ્ચે વિરોધ જોવા મળતો હોય છે. સંસદ સત્રના 7મા દિવસની કાર્યવાહી આજે એટલે કે, 2 જુલાઈ મંગળવારના રોજ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે, પરંતુ વિપક્ષ સતત હોબાળો મચાવી રહ્યો છે.
'તાનાશાહી નહીં ચાલે, 'મણિપુર-મણિપુર' અને 'ન્યાય કરો-ન્યાય કરો'ના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમને બે વાર તેમનું ભાષણ રોકવું પડ્યું હતું. સ્પીકરે વિપક્ષને બે વખત આવું ન કરવાની સલાહ આપી હતી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ યોગ્ય નથી, પરંતુ વિપક્ષના સાંસદો સાંભળવા તૈયાર નથી. PMએ કહ્યું- 'અમે દુનિયાને બતાવ્યું કે આ દુનિયાનું સૌથી મોટું ચૂંટણી અભિયાન હતું.
દેશની જનતાએ દુનિયાના સૌથી મોટા ચૂંટણી પ્રચારમાં અમને ચૂંટ્યા છે. હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું કે સતત જૂઠ્ઠાણા ફેલાવવા છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા જ્યારે પીએમ સંસદ પહોંચ્યા ત્યારે એનડીએના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.