રાજકારણ@દિલ્હી: આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં નવા મુખ્યમત્રીએ શપથ લઇ લીદ્યા લીધા છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રોટેમ સ્પીકર અરવિંદર સિંહ લવલીએ સૌથી પહેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીઓ પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા અને રવિન્દર ઈન્દ્રરાજ સિંહે શપથ લીધા.આ પહેલા એલજી વીકે સક્સેનાએ પ્રોટેમ સ્પીકર અરવિંદર સિંહ લવલીને શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા સત્ર 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.
સોમવારે, વિપક્ષ નેતા આતિશી સાથે AAPના ધારાસભ્યોએ CMઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન AAPના ધારાસભ્યોએ કહ્યું- ભાજપે કેબિનેટની પ્રથમ બેઠકમાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, તેને પૂરું કરે.
આ સત્રમાં જ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવામાં આવશે. રોહિણીના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા સ્પીકર બનશે તે લગભગ નક્કી છે. જ્યારે મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવી શકાય છે. વિજેન્દ્ર ગુપ્તા શનિવારે CM રેખા ગુપ્તાને મળ્યા હતા.
CM રેખા ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે CAGના તમામ 14 પેન્ડિંગ રિપોર્ટ વિધાનસભાના આ સત્રમાં રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AAP સરકારની ખોટી લિકર પોલિસીને કારણે દિલ્હીને 2026 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
દિલ્હી વિધાનસભા બુલેટિન અનુસાર, એલજી સક્સેના 25 ફેબ્રુઆરીએ વિધાનસભાને સંબોધશે. આ પછી CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં ઉપરાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ માટે ચર્ચા થશે.