રાજકારણ@દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેજરીવાલે સત્તામાં આવ્યા પછી ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા

જે લોકોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કર્યું. અન્ના જેવા સંત પુરૂષને આગળ કરીને સત્તામાં આવ્યા, તેમણે એટલો ભ્રષ્ટાચાર કર્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેજરીવાલે અન્ના જેવા સંતનો ઉપયોગ કર્યા. આમ કહી કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે સ્લમ હેડ કોન્ફરન્સમાં કહ્યું કે ખોટા વાયદા કરનારા અરવિંદ કેજરીવાલને દિલ્હીના ઝૂંપડપટ્ટીવાસીઓ પાઠ ભણાવવાના છે. 5મી ફેબ્રુઆરી એ દિલ્હીનો આપ'દામાંથી રાહતનો દિવસ છે. આ દિવસે દિલ્હી ભ્રષ્ટાચાર મુક્ત થશે. AAP સરકારે દિલ્હીને નર્ક બનાવવાનું કામ કર્યું છે.

જે લોકોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન કર્યું. અન્ના જેવા સંત પુરૂષને આગળ કરીને સત્તામાં આવ્યા, તેમણે એટલો ભ્રષ્ટાચાર કર્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા. દિલ્હી સરકાર છેલ્લા 10 વર્ષથી આફત બની રહી છે.

આખો દેશ ક્યાંથી ક્યા પહોંચી ગયો, પરંતુ દિલ્હીના લોકો ત્યાં જ રહ્યા. પંજાબના લોકો કહે છે કે કેજરીવાલને વોટ ન આપો, કારણ કે તેઓ જૂઠ્ઠા, વિશ્વાસઘાતી, ભ્રષ્ટાચારી છે. આ કોન્ફરન્સમાં પાટનગરની લગભગ 30,000 ઝૂંપડપટ્ટીના મુખિયાએ ભાગ લીધો હતો. શાહે તેમની સમસ્યાઓ સાંભળી હતી.