રાજકારણ@દેશ: જાહેર ક્ષેત્રની બેંકો બાબતે રાહુલ ગાંધીના નિવેદન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો
રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મોદી સરકાર પર જાહેર ક્ષેત્રની બેંકોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
![રાજકારણ@દેશ: જાહેર ક્ષેત્રની બેંકો બાબતે રાહુલ ગાંધીના નિવેદન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/f0a6613bbee15535b6e8a5f347e3e3a6.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બેંકિંગ સિસ્ટમ પર રાહુલગાંધીએ સવાલ ઉઠાવતા નાણામંત્રી સીતારમણનો નિવેદનો આપ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકો બાબતે રાહુલ ગાંધીના નિવેદન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો છે. નાણામંત્રીએ કહ્યું- રાહુલનું નિવેદન પાયાવિહોણું છે. તેઓએ યુપીએ સરકારને યાદ કરવી જોઈએ, જ્યારે સરકારી બેંકો ગાંધી પરિવારના મિત્રોના ATM હતા.
નાણામંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું હતું. જ્યારે રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મોદી સરકાર પર જાહેર ક્ષેત્રની બેંકોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલગાંધીએ કહ્યું હતું કે સરકારી બેંકો એટલા માટે બનાવવામાં આવી હતી જેથી ગરીબોને લોન મળી શકે. પરંતુ આજે કેન્દ્ર સરકારમાં આ બેંકોનો ઉપયોગ માત્ર અમીરોના ફાઇનાન્સર તરીકે થાય છે.