રાજકારણ@દેશ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ નહીં થાય

તેમણે કલમ 370, મુસ્લિમ અનામત અને રામ મંદિરના મુદ્દે ગાંધી પરિવારની ત્રણેય પેઢીઓને નિશાન બનાવી હતી.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અમુક બાબતોનાં કારણે વિરોધ જોવા મળતો હોય છે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રના પરભણી, જલગાંવ અને ધુલેમાં ચૂંટણી રેલીઓ યોજી હતી. તેમણે કલમ 370, મુસ્લિમ અનામત અને રામ મંદિરના મુદ્દે ગાંધી પરિવારની ત્રણેય પેઢીઓને નિશાન બનાવી હતી.

તેમણે કહ્યું કે જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી નીચે ઉતરીને આવે તો પણ કલમ 370ફરીથી લાગુ નહીં થાય. શાહે વધુમાં કહ્યું- કોંગ્રેસે જાણીજોઈને રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું, હવે ગુજરાતનું સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે

આ સાથે જ મુસ્લિમ ક્વોટા વિવાદ અંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની ચાર પેઢી ભલે માંગે તો પણ મુસ્લિમોને દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના હિસ્સાનું અનામત આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હારની આગાહી કરતા તેમણે કહ્યું કે સોનિયાજી, ધ્યાનમાં રાખો કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'રાહુલ એરક્રાફ્ટ' ફરી ક્રેશ થવાનું છે.