રાજકારણ@દેશ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં હવે ઉગ્રવાદનો અંત, જાણો વધુ

કેન્દ્રએ ઉત્તર-પૂર્વમાં રેલવે પર રૂ. 81,000 કરોડ અને રોડ નેટવર્ક પર રૂ. 41,000 કરોડ ખર્ચ્યા છે.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમિત શાહે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં હવે ઉગ્રવાદનો અંત આવ્યો છે. લોકોને ન્યાય આપવા માટે પોલીસનો અભિગમ બદલવાનો સમય આવી ગયો છે. આપણે FIR દાખલ કર્યાના 3 વર્ષમાં ન્યાય અપાવવાની જરૂર છે. શાહ ત્રિપુરાની રાજધાની અગરતલામાં નોર્થ-ઈસ્ટ કાઉન્સિલના 72માં પૂર્ણ અધિવેશનમાં સંબોધન કર્યુ હતું.

અમિતશાહે  કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં 20 શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરીને ઉત્તર-પૂર્વમાં શાંતિ સ્થાપી છે. આ દરમિયાન 9 હજાર ઉગ્રવાદીઓએ શસ્ત્રો નીચે મૂક્યા છે. કેન્દ્રએ ઉત્તર-પૂર્વમાં રેલવે પર રૂ. 81,000 કરોડ અને રોડ નેટવર્ક પર રૂ. 41,000 કરોડ ખર્ચ્યા છે.

આ પ્રસંગે ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. 2008 પછી આ બીજી વખત છે જ્યારે અગરતલામાં આ પૂર્ણ અધિવેશન યોજાયું છે.

NEC નોર્થ-ઈસ્ટના આર્થિક અને સામાજિક વિકાસ માટે નોડલ એજન્સી છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. તેના સંમેલનમાં ભાગ લેવા માટે અમિત શાહ શુક્રવારે જ ત્રિપુરા પહોંચી ગયા હતા.