રાજકારણ@દેશ: પેટાચૂંટણીમાં ભાજપને ફટકો, 13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધનને જીત મેળવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં લોકસભાની ચૂંટણી થઇ ગઈ. મોદી ૩ વાર વડાપ્રધાન બની ગયા છે. લોકસભાના પરિણામ બાદ 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધનને જોરદાર ઉલટફેર કર્યો છે. 13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધનને જીત મેળવી છે. જેમાં કોંગ્રેસ 4, TMC 4, AAP અને DMKએ 1-1 બેઠક જીતી છે. તો ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષને જીત મળી છે.
એમાં ઉત્તરાખંડમાં બદ્રીનાથ બેઠકમાં કોંગ્રેસની મળેલી જીતથી કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસ જોરશોરથી આ જીતને અયોધ્યાની જીત સાથે સરખાવી રહ્યું છે.
પેટાચૂંટણીમાં પરિણામોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની 3 બેઠકોમાંથી 2 કોંગ્રેસ અને 1 ભાજપ, ઉત્તરાખંડની બંને બેઠકો પર કોંગ્રેસ, તો પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો પર ટીએમસી, તમિલનાડુની એક બેઠક પર ડીએમકે, પંજાબની એક બેઠક પર આમ આદમી પાર્ટી તો મધ્યપ્રદેશની 1 બેઠક પર ભાજપ અને બિહારની 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે.