રાજકારણ@દેશ: કેજરીવાલે કહ્યું- ભાજપ ફેક વોટિંગની મદદથી જીતવાની યોજના બનાવી રહ્યા છે, જાણો વધુ
કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે સંદીપ દીક્ષિતને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
Dec 30, 2024, 10:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં અમુક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJPએ દિલ્હીમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. આ વખતે તેઓ ફેક વોટિંગની મદદથી જીતવાની યોજના બનાવી રહ્યા છે.
પૂર્વ સીએમએ કહ્યું- છેલ્લા 15 દિવસમાં મતદારોના ડેટામાં ગરબડ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન 5000 નામ કાપીને 7500 નવા નામ ઉમેરવા માટે ચૂંટણી પંચને અરજી આપવામાં આવી છે.
કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે સંદીપ દીક્ષિતને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે હજુ સુધી કોઈપણ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
AAP સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે ભાજપે પણ તેમની પત્ની અનિતા સિંહનું નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે અરજી કરી છે. જ્યારે તે નવી દિલ્હી વિધાનસભાની મતદાર છે.