રાજકારણ@દેશ: મોદી 3 વખત વડાપ્રધાન બન્યા, નહેરુના રેકોર્ડની બરાબરી કરી, શાહ, પાટિલ, નડ્ડા, જયશંકર, માંડવિયા બન્યા કેબિનેટ મંત્રી

નહેરુના રેકોર્ડની બરાબરી કરી
 
નરેન્દ્ર મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મહેસાણાનાં વડનગરનાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય.

વડાપ્રધાન મોદીનાં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવાયાં છે...ગુજરાતમાંથી અમિત શાહ, એસ જયશંકર, જેપી નડ્ડા, સીઆર પાટિલ અને મનસુખ માંડવિયાને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે...આ સિવાય નીમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રીમાં બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી કરાઈ છે.