રાજકારણ@દેશ: કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં ગુજરાતની દીકરીને છોડાવાનો મુદ્દો ઉઠાવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં કેટલાક મુદ્દાઓ અધિકારીઓ ઉઠાવતા હોય છે. જમર્નીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી ત્રણ વર્ષની ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્હસ્કેએ પણ જર્મનીની કસ્ટડીમાં રહેલા બાળકી અરિહાને ભારત લાવવા જણાવ્યું હતું.
કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે વહેલી તકે બાળકીને ભારત લાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે, તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતા પ્રહાર કર્યા હતા. શક્તિસિહે કહ્યું, અમારી પાસે 56 ઈંચની છાતીની વાતો થાય છે, અમે લાલ આંખ કરીએ છીએ, તો આ ગુજરાતની દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ 56 ઈંચની છાતી બતાવવી જાઈએ. મોદી સરકારે લાલ આંખ કરીને આ દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવીને ભારત લાવવી જોઈએ.
જૈન અગ્રણી યતીનભાઈ શાહે જણાવ્યુ હતું કે છેલ્લા 3 વર્ષથી ભારત આવવા માટે તડપી રહેલી ભારતની દીકરીને ખોટી રીતે જર્મનીએ પોતાની કસ્ટડીમાં રાખી છે. ભારત સરકાર ગુજરાતની આ દીકરીને ભારત લાવે. તેમણે ભારત સરકાર પાસે અપીલ કરતા ગુજરાતની દીકરીને ભારત લાવવા માટે મદદ કરવા જણાવ્યું છે. યતીન શાહે સંસદમાં ગુજરાતની દીકરી અરીહાનો મામલો ઉઠાવવા બદલ શક્તિસિંહનો આભાર માન્યો હતો.
શિવસેનાના નેતા નરેશ ગણપતે વિદેશ મંત્રીને જણાવ્યું છે કે આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે. અને જર્મનીની સરકાર સાથે ચર્ચા કરીને અરિહા શાહને વહેલી તકે ભારત લાવવામાં આવે. બાળકીના માતા પિતાએ જર્મનીની સરકારથી લઈને ભારત સરકાર પાસે મદદ માટે પોકાર કરી રહ્યા છે અને અપીલ કરી છે કે અરિહાને ગુજરાત ચાઈલ્ડ વેલફેર એજન્સીની કસ્ટડીમાં ભારત લાવવામાં આવે. અમદાવાદ ચાઈલ્ડ વેલફેર કમિટીએ અરિહાના ઉછેર માટે એક ફોસ્ટર પરિવાર પણ શોધી લીધો છે. બાળકી 36 મહીનાથી પણ વધુ સમયથી જર્મનીની કસ્ટડીમાં ફોસ્ટર કેરમાં રહે છે.
એક 'કૂમળી બાળકી'ને જર્મન બનાવવાના બદઇરાદા સાથે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થામાં તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં છે. અરિહાનો કબજો 'ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થા'એ લઈ લીધો છે. ડૉક્ટરે મા-બાપને નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં ચાઇલ્ડ સંસ્થા અરિહાનો કબજો તેનાં મા-પિતાને સોંપતી નથી...સમગ્ર ભારતમાં અરિહાનો મુદ્દો ગાજ્યો છે.
અરિહાના કેસે જર્મનીની 'ચાઇલ્ડ વેલ્ફેર' સંસ્થાના 'કાળાચહેરા'નો પરિચય કરાવ્યો છે. ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓનું કામ શું હોય છે? બસ, આવું જ. બાળકને કોઇપણ રીતે પોતાનાં મા-બાપ પાસેથી પડાવી લેવું. ત્યારે હવે જર્મનીની 'ચાઇલ્ડ વેલ્ફેર' સંસ્થાઓની દાનત અને તેમના એજન્ડા સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓ બાળકનાં માતા પિતાની પેરન્ટિંગ સ્કિલ સામે સવાલો ઉઠાવે છે. કોર્ટમાં કેસ ચાલે છે. બાળકને કાયદેસર રીતે માતા-પિતાથી છીનવી લેવામાં આવે છે.