રાજકારણ@દેશ: કોંગ્રેસ નેતા શક્તિસિંહે રાજયસભામાં ખ્યાતિકાંડ મામલો ઉઠાવ્યો, જાણો શું કહ્યું ?

શક્તિસિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન કરીને કરોડો રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
 
રાજકારણ@દેશ: કોંગ્રેસ નેતા શક્તિસિંહે રાજયસભામાં ખ્યાતિકાંડ મામલો ઉઠાવ્યો, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અવાર-નવાર કેટલીક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ગૃહની કાર્યવાહીની શરૂઆત પહેલા, વિપક્ષી INDIA ગઠબંધનના નેતાઓએ અદાણી અને ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઈન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સામેલ હતા.

આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહે રાજયસભામાં અમદાવાદનો ખ્યાતિકાંડ મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન કરીને કરોડો રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા શક્તિસિંહે ખ્યાતિકાંડ મામલે CBI તપાસ કરાવવાની માંગ કરી હતી.

વિપક્ષના પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, 'દેશ ચલાવવા માટે સંસદ ચલાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ન ચાલે તો દેશના સાંસદો અને વિપક્ષોને સૌથી વધુ નુકસાન થાય છે. અમારી પાસે બહુમતી હોવાથી અમે ચર્ચા વિના પણ બિલ પાસ કરી શકીએ છીએ. જો કે, અમને એવું કરવું યોગ્ય નથી લાગતું.

અદાણી મુદ્દે રિજિજુએ કહ્યું- જો કોઈ અન્ય દેશમાં કોઈ ભારતીય વિરુદ્ધ કોર્ટનો આદેશ હોય તો શું તેની ચર્ચા હંમેશા ગૃહમાં ચાલુ રહેશે? વિપક્ષના ઘણા સાંસદો સમજી રહ્યા છે કે ગૃહને ખોરવવું ન તો દેશના હિતમાં છે કે ન તો વિપક્ષના હિતમાં. અમે 13 અને 14 તારીખે લોકસભામાં અને 16 અને 17 તારીખે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરીશું.