રાજકારણ@દેશ: દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ કેજરીવાલ માટે CMની ખુરશી ખાલી રાખી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવિંદ કેજરીવાલાના રાજીનામાં બાદ દિલ્લીમાં નવા મુખ્યમંત્રી તરીકે અતિશીની નિમણુંક કરવામાં આવી છે. અતીશીએ મુખ્યમંત્રીનાં સપથ ગ્રહણ કર્યા છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ સોમવારે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ આજે સવારે લગભગ 12 વાગે સીએમ ઓફિસ ગયા હતા અને તમામ ઔપચારિકતા પૂરી કરી હતી. આ દરમિયાન આતિષીએ સીએમ ઓફિસમાં એક ખાલી ખુરશી છોડી અને પોતે બીજી ખુરશી પર બેસી ગયા.
આતિશીએ કહ્યું- તેમણે આ ખાલી ખુરશી અરવિંદ કેજરીવાલ માટે છોડી દીધી છે. મને પૂરો વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં ચૂંટણી બાદ દિલ્હીની જનતા કેજરીવાલને ફરીથી આ ખુરશી પર બેસાડશે. ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે અને કેજરીવાલ જીની રાહ જોશે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21 સપ્ટેમ્બરે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા.