રાજકારણ@દેશ: સંસદ સત્રના 6 દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી

બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી
 
રાહુલ ગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેટલાક દિવસોથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંસદનું સત્રના 6 વિપક્ષ નેતાએ બજેટની તુલના મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી. સંસદ સત્રના છઠ્ઠા દિવસે સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી. રાહુલે કહ્યું- હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે.

21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર લગાવીને ફરે છે. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.

જેના પર શાસક પક્ષના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલને અટકાવતા કહ્યું - તમારા સભ્યોએ પણ ઘણી વખત કહ્યું છે કે જે કોઈ ગૃહના સભ્ય નથી તેનું નામ જાણવું જોઈએ નહીં. તેના પર રાહુલે કહ્યું કે જો તમે એમ કહો તો હું NSA, અંબાણી અને અદાણી જીના નામ ન લઉ અને માત્ર 3 નામ લઈશ.

46 મિનિટના ભાષણમાં રાહુલે 4 વખત અદાણી-અંબાણીનું નામ લીધું. રાહુલે હલવા સેરેમનીનું પોસ્ટર લહેરાવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે માથું પકડ્યું હતું. સ્પીકરે રાહુલને 4 વખત અટકાવ્યા હતા.

સોમવારે સંસદના ચોમાસુ સત્રનો છઠ્ઠો દિવસ છે. રાહુલ ગાંધી બપોરે 2 વાગે લોકસભા પહોંચ્યા હતા. તેમણે બજેટ પર ચર્ચા દરમિયાન ચક્રવ્યૂહની કહાની સંભળાવી હતી. આ મામલે ઓમ બિરલાએ તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન સંસદમાં ભારે હોબાળો થયો હતો.

હોબાળા બાદ રાહુલે બજેટ પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. રાહુલે અગ્નિવીર અને પેપર લીક જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમજ ખેડૂતો અંગે તેમણે કહ્યું કે સરકાર ત્રણ કાળા કાયદા લાવી હતી. રાહુલે કહ્યું- દેશનો મધ્યમ વર્ગ તમને છોડીને જઈ રહ્યો છે, તમે તેમની પીઠ અને છાતીમાં ખંજર ભોંક્યું.

જ્યારે રાહુલે તેમના ભાષણ દરમિયાન અંબાણી-અદાણીનું નામ લીધું ત્યારે સ્પીકરે તેમને અટકાવતા કહ્યું કે જે લોકો ગૃહમાં નથી તેમનું નામ લઈ શકાતું નથી. પછી રાહુલે કહ્યું- શું હું તેમને A1 અને A2 કહી શકું છું.

લોકસભામાં કાર્યવાહી દરમિયાન દિલ્હી કોચિંગ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને સપાએ દિલ્હી સરકારની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.

કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું- દિલ્હીમાં મૂળભૂત સુવિધાઓ પણ નથી. વિદ્યાર્થીઓ ત્યાં યુપીએસસીની તૈયારી કરવા જાય છે, અને તેઓ મૃત્યુ પામે છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- આ ઘટના દુઃખદ છે. શું સરકાર ત્યાં બઝડોઝર ચલાવશે?

સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ, કોંગ્રેસે IAS કોચિંગ સેન્ટરની ઘટના પર 27 જુલાઈએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસના સાંસદ ડો.અમર સિંહે વિદ્યાર્થીઓના મોત માટે જવાબદારીની માંગ કરી છે.