રાજકારણ@દેશ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રપતિએ 9 રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી છે. કેટલાક રાજ્યોને નવા ગવર્નર મળ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી છે. જો કે ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર થયો નથી. જ્યારે ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાસનાથનને પુડુચેરીના LG બનાવાયા છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓ. પી. માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિમણૂકો તેઓ પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ પદે નિમણુક કરવામાં આવ્યા છે. તેમને મણિપુરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના પૂર્વ આઈએઓસ અધિકારી કે કૈલાસનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોપાયો.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાની જગ્યા લીધી છે. પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક હશે.
સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમપ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે.
નિમણૂક પામેલા ગવર્નર્સ
- રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા
- ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા
- સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક,મણિપુરનો વધારાનો હવાલો પણ સોપાયો
- પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો
- શ્રી હરિભાઉ કિસનરાવ બાગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત
- શ્રી જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત
- શ્રી ઓમપ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત
- શ્રી સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત
- શ્રી રામેન ડેકા છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત
- શ્રી સી એચ વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત