રાજકારણ@દેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું- પેપર લીકના ગુનેગારોને છોડીશું નહીં

કેટલાક મોં ફેરવીને બેઠા હતા.
 
નરેન્દ્ર મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી અવાર-નવાર કેટલાક ભાષણ કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. તેમણે કહ્યું- 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ પછી એક સરકાર પાછી આવી છે. આ ઘટના અસામાન્ય છે. કેટલાક લોકો જાણીજોઈને તેમનાથી મોં ફેરવીને બેઠા હતા.

કેટલાકને સમજાયું નહીં. સમજનારાઓએ એવો હોબાળો મચાવ્યો કે તેમણે દેશની જનતાના નિર્ણયને બ્લેકઆઉટ કરવાની કોશિશ કરી છે. હું છેલ્લા બે દિવસથી જોઈ રહ્યો છું કે આખરે તેઓ હાર સ્વીકારી રહ્યા છે અને અમારી જીત પણ કમને સ્વીકારે છે.

વડાપ્રધાનના ભાષણ દરમિયાન વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો હતો. 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તેના પર અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું - તેઓ મારા તરફ નહીં, પરંતુ બંધારણ તરફ પીઠ ફેરવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું- તેઓ (વિપક્ષ) દેશવાસીઓ દ્વારા આપવામાં આવેલા આદેશને પચાવી શકતા નથી. ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેથી જ આજે તેઓ મેદાન છોડીને ભાગ્યા છે.