રાજકારણ@દેશ: વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લીધા, જાણો વધુ વિગતે
મોદીએ સાંસદ તરીકે શપથ લીધા
Jun 24, 2024, 11:29 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોદી ફરી વડાપ્રધાન બની ગયા છે. તેમને વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઇ ગયું છે. આજે અને કાલે નવા સાંસદો શપથ લેશે. આ પહેલાં ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રોટેમ સ્પીકરનાં શપથ લેવડાવ્યા. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજ્જૂ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા.
બીજી તરફ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ પ્રોટેમ સ્પીકરનો વિરોધ કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે સરકારે નિયમોની અવગણના કરી છે અને ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 7 વખત સાંસદ છે, જ્યારે કોંગ્રેસના કે. સુરેશ 8 વખત સાંસદ છે. નિયમો મુજબ કોંગ્રેસના સાંસદને પ્રોટેમ સ્પીકર બનાવવો જોઈતો હતો.