રાજકારણ@દેશ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા
PM મોદી ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી દેશના વિકાસ અને લોકો માટે કેટલુક કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. મોર્નિંગ કન્સલ્ટ નામની ગ્લોબલ ડિસિઝન ઇન્ટેલિજન્સ ફર્મે વિશ્વના 25 દેશોના વડાઓની અપ્રુવલ રેટિંગ બહાર પાડ્યું છે. આ યાદીમાં PM મોદી 69% રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે.
મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે. તેમની અપ્રુવલ રેટિંગ 60% હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ટોપ-10 નેતાઓમાં સામેલ નથી. તે 39% એપ્રુવલ રેટિંગ સાથે 12મા ક્રમે છે. તે જ સમયે, 25મું એટલે કે છેલ્લું સ્થાન જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાને મળ્યું. તેનું રેટિંગ 16% હતું.
ફેબ્રુઆરીની શરૂઆતમાં, પીએમ મોદી 78%નું અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા હતા. મોર્નિંગ કન્સલ્ટનો આ સર્વે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત હતો. ત્યારે પણ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને હતા. તેનું રેટિંગ 64% હતું.