રાજકારણ@દેશ: TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ લોકસભામાં BJP સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને લેડી કિલર કહ્યાં

આ અંગે બંને સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તે સમયે પ્રિસાઇડિંગ ઓફિસર એ. રાજાએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કલ્યાણ બેનર્જી રોકાયા નહીં.
 
રાજકારણ@દેશ: TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ લોકસભામાં BJP સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને લેડી કિલર કહ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના રાજકારણમાં ફરી એકવાર વિરોધ જોવા મળી રહ્યો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ  લોકસભામાં BJP સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને લેડી કિલર ગણાવ્યા હતા. આ પછી ગૃહમાં હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. ભાજપે બેનર્જીને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

હકીકતમાં, બેનર્જી ગૃહમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાનો નિત્યાનંદ રાય અને સિંધિયાએ અટકાવવાનું શરૂ કર્યું. મામલો કોવિડ સુધી પહોંચ્યો. આ અંગે બંને સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તે સમયે પ્રિસાઇડિંગ ઓફિસર એ. રાજાએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કલ્યાણ બેનર્જી રોકાયા નહીં.

સિંધિયાએ કહ્યું કે તમે જાતે જ સમજી શકો છો કે કોના ચહેરા પર મૂંઝવણ છે અને કોના ચહેરા પર સ્મિત છે. આના પર કલ્યાણ બેનર્જીએ કહ્યું, 'સિંધિયા જી, તમે ખૂબ જ હેન્ડસમ લાગો છે, તેનો અર્થ એ નથી કે તમે હેન્ડસમ માણસ છો, તમે વિલન પણ હોય શકો છો. સિંધિયાએ કહ્યું કે તમે અંગત ટિપ્પણી કરી રહ્યા છો. મારું નામ જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તમે મારા પરિવાર વિશે ખરાબ બોલશો તો હું સહન નહીં કરું.'