રાજકારણ@દેશ: કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું, સંસદમાં હોબાળો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં કેટલાક મુદ્દાઓના કારણે વિવાદ જોવા મળતો હોય છે. ફરી એકવાર વિરોધ પ્રદર્શન ઉદભવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેમનું બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ધર્મ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ રાવે કહ્યું- સરકાર સમુદાયો વચ્ચે વિવાદ ઉભો કરવા માંગે છે. આ બિલને લઈને સરકારનો ઈરાદો સારો નથી. તમે દેશના લોકોને વિભાજિત કરવા માંગો છો.
સપા સાંસદ મોહિબુલ્લાહે કહ્યું- વક્ફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ મજહબમાં દખલગીરી છે. જો આમ થશે તો દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિત અનુભવશે નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, ડીએમકે સાંસદ કે. કનિમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું હતું.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વકફ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.વેણુગોપાલે કહ્યું કે વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે.આ બિલ મૂળભૂત અધિકારો પર હુમલો છે.આ સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ છે.
આ બિલ પાસ થયા બાદ વકફ બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈ પણ મિલકતનો દાવો કરી શકશે નહીં. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. જમીનનો દાવો કરતા પહેલા તેની ખરાઈ કરવી પડશે. તેનાથી બોર્ડની મનમાની અટકશે.
ગુરુવારે સંસદના ચોમાસુ સત્રનો 14મો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વિપક્ષી સાંસદોના વર્તનથી નારાજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી છોડીને ચાલ્યા ગયા હતા. ખરેખરમાં, ચર્ચા દરમિયાન, ટીએમસી સાંસદ ડેરિક ઓ'બ્રાયન બુમો પાડીને તેમના વિચારો રજુ કરી રહ્યા હતા. આ દરમિયાન ધનખરે તેને ઠપકો આપ્યો અને કહ્યું- તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર આ રીતે બૂમો પાડવાની. તમે લોકો એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો કે હું જે હોદ્દા પર છું તેના માટે હું લાયક નથી.
ગૃહમાં ઘણા સીનિયર રાજકારણીઓ છે, પરંતુ તેમની હાજરીમાં તેમના પક્ષના સભ્યો અધ્યક્ષનું અપમાન કરે છે. આ મારું અપમાન નથી, પરંતુ અધ્યક્ષ પદનું અપમાન છે. આવી સ્થિતિમાં, હું છેલ્લા કેટલાક સમયથી અહીં સારું અનુભવી રહ્યો નથી. આટલું કહીને તેઓ પોતાની બેઠક છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ઉપસભાપતિ હરિવંશે રાજ્યસભાની કાર્યવાહી આગળ વધારી.
બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ અને શિયા અને વોરા જેવા જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે.