રાજકારણ@દેશ: વડાપ્રધાન મોદીએ સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા, જાણો શું કહ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કામાં યોજાનારી 43 બેઠકો પર ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગઢવા અને ચાઈબાસામાં બે રેલીઓ કરવા પહોંચ્યા છે. પ્રથમ રેલી ગઢવાના ચેતના ગામમાં શ્રી કૃષ્ણ ગૌશાળા મેદાનમાં યોજાઈ છે. આઝાદી બાદ ગઢવામાં વડાપ્રધાનની આ પ્રથમ ચૂંટણી સભા હતી.
મોદીએ સંબોધન કરતા કહ્યું- અહીં બેઠેલા કેટલાક લોકો કહેતા હતા કે અમારી છાતી પર ઝારખંડ બનશે. તેમની છાતી પર ઝારખંડ બની ગયું, પરંતુ ઝારખંડના કેટલાક નેતાઓ તેમના ખોળામાં જઈને બેસી ગયા. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે ઝારખંડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ફોકસ કર્યું છે.
ઝારખંડને દેશના અન્ય ભાગો સાથે જોડતા રસ્તાઓને આધુનિક અને પહોળા કરવામાં આવી રહ્યા છે. અહીં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવી રહી છે. 12 આધુનિક વંદે ભારત ટ્રેનો જોડાઈ રહી છે. ઝારખંડ ગંગા પર બની રહેલા જળ માર્ગ સાથે પણ કનેક્ટડ છે.
ગેસ પાઈપલાઈન ઝારખંડના લોકોને સસ્તો ગેસ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહી છે. ઝારખંડના ખેડૂતો અને ઉદ્યોગોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર પોતાના તરફથી તમામ પ્રયાસો કરી રહી છે. આ ત્યારે છે જ્યારે ઝારખંડની જેએમએમ સરકારે દરેક વિકાસ કાર્યોમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે ઝારખંડના વિકાસ માટે દરેક કામ ઈમાનદારીથી કરી રહ્યા છીએ.