રાજકારણ@દેશ: જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું, કયા કારણે આવું કર્યું ?
રાજીનામું આપતા પહેલા તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી.
Jan 7, 2025, 13:09 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું હતું. રાજીનામું આપતા પહેલા તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી.
ટ્રુડોએ કહ્યું કે, 'જો મારે ઘરઆંગણે લડવું પડશે તો આવનારી ચૂંટણીમાં હું શ્રેષ્ઠ વિકલ્પ નહીં બની શકું. તેમણે પોતાને એક સારો યોદ્ધા ગણાવ્યો. કહ્યું કે તે કેનેડિયનો વિશે ખૂબ કાળજી રાખે છે. હું હંમેશા કેનેડિયનોના ભલા માટે કામ કરીશ.'
રિપોર્ટ અનુસાર, PM ટ્રુડો જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે. તેમનો કાર્યકાળ ઓક્ટોબર હતો. રાજીનામા બાદ ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. તેઓ નવેમ્બર 2015થી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા.