રાજકારણ@દેશ: બાંગ્લાદેશ હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો, જાણો શું કહ્યું ?

મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું- બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ અને હિન્દુ મંદિરો, ખાસ કરીને ઈસ્કોન અને ઈસ્કોન ભક્તો સાથે શું થઈ રહ્યું છે તે જોઈને હું અત્યંત દુઃખી અને પરેશાન છું.
 
રાજકારણ@દેશ: બાંગ્લાદેશ હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બાંગ્લાદેશ હિંસાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું- બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ અને હિન્દુ મંદિરો, ખાસ કરીને ઈસ્કોન અને ઈસ્કોન ભક્તો સાથે શું થઈ રહ્યું છે તે જોઈને હું અત્યંત દુઃખી અને પરેશાન છું. આ માત્ર વિદેશી સંબંધોનો મુદ્દો નથી, તે ભારતના કૃષ્ણ ભક્તોની ભાવનાઓનો મુદ્દો છે.

આ તરફ રાજ્યસભામાં ખેડૂત મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે ખેડૂત વિરોધી આ સરકાર નહીં ચાલે. ઘણા નેતાઓ વેલમાં ધસી આવ્યા હતા. આ અંગે અધ્યક્ષ જગદીપ ધનખડેનારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉભા થઈને વિપક્ષના નેતાઓને ઠપકો આપ્યો હતો. ધનખડે કહ્યું- તમારો હોબાળો અહીં કામ નહીં કરે. તમારા માટે ખેડૂતોનું હિત સ્વાર્થ માટે છે.

બુધવારે સંસદના શિયાળુ સત્રનો 7મો દિવસ છે. ગઈકાલે લોકસભામાં બેંકિંગ કાયદાબિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ બિલમાં બેંક ખાતાધારકોને તેમના ખાતામાં વધુમાં વધુ ચાર નોમિની રાખવાની છૂટ આપવામાં આવશે.