રાજકારણ@દેશ: બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે, જાણો વધુ વિગતે

ગુરુવારે મતદાન યોજાશે
 
રાજકારણ@દેશ: બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવના છે.

2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા. તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો. એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું.

4 જુલાઈના રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન(હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠકો પર મતદાન થશે. જે પક્ષને 50% સીટો અથવા 326થી વધુ સીટો મળશે તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.