રાજકારણ@દેશ: કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું

હાલના સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે.
 
રાજકારણ@દિલ્હી: બજેટ સત્રનો 4 દિવસ, અદાણીના ઉર્જા પ્રોજેક્ટ પર ટકરાવની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. હાલના સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે. પહેલાં તેમને દર મહિને 1 લાખ રૂપિયા મળતા હતા.

આ વધારો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સના આધારે કરવામાં આવ્યો છે, એટલે કે વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. આ પહેલા 2018માં મોદી સરકારે દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો. આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે.

દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.

5 વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતું વધારાનું પેન્શન પણ 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.