રાજકારણ@દેશ: ગુજરાતી બિઝનેસ વુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા
ભગવદ્ ગીતા પર શપથ લીધા
Jul 11, 2024, 11:49 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં અવાર-નવાર નેતાઓ શપથગ્રહણ કરતા હોય છે. ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા છે. શિવાનીએ લિસેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી.
યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ, શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: "લિસેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે. ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે."