રાજકારણ@દેશ: તમિલનાડુમાં વિજય સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, સમર્થનમાં 144 મત પડ્યા, જાણો વધુ વિગતે

વોટિંગ દરમિયાન 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ નવી સરકાર બનવા જઇ રહી છે. તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયની સત્તાધારી તમિલગા વેત્રી કડગમ સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. TVKના સમર્થનમાં 144 મત પડ્યા, જેમાં AIADMKના બળવાખોર ધારાસભ્યોના મત પણ સામેલ છે. વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ફક્ત 22 મત પડ્યા. વોટિંગ દરમિયાન 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા.

વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને વિજયની AIADMKના બળવાખોર ધારાસભ્યો સાથેની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખોટું છે. આ બદલાવ છે કે સોદાબાજી. શું આ તમારી સ્વચ્છ સરકાર છે. TVK સરકારે ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા નહીં, પરંતુ Real ગવર્નન્સ કરવી જોઈએ.

આના પર સીએમ વિજયે કહ્યું કે તેમની સરકાર બિનસાંપ્રદાયિક રીતે ઘોડાની ગતિએ કામ કરશે, ન કે હોર્સ ટ્રેડિંગમાં સામેલ થશે. અગાઉની સરકારની તમામ યોજનાઓને અમારી સરકાર ચાલુ રાખશે. આ દરમિયાન DMKએ સદનમાંથી વોકઆઉટ કર્યું. તમિલનાડુમાં TVKની સરકાર બનવાની સાથે જ AIADMKમાં પણ ફૂટ પડી ગઈ છે.