રાજકારણ@દેશ: સીએમ યોગીએ કહ્યું કે, રાહુલ જેવા નમૂના હોવા જ જોઈએ

યોગીએ કહ્યું- ભારતમાં મુસ્લિમો જોખમમાં નથી. તેમની વોટબેંકની રાજનીતિ જોખમમાં છે.
 
રાજકારણ@દેશ: સીએમ યોગીએ કહ્યું કે, રાહુલ જેવા નમૂના હોવા જ જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સીએમ યોગીએ કહ્યું કે, રાહુલ જેવા નમૂના હોવા જ જોઈએ. યોગીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે બધા તેમના ઇરાદાઓથી વાકેફ છે. તેઓ દેશની બહાર ભારતની ટીકા કરે છે. લોકો તેમનો સ્વભાવ અને ઇરાદાઓને સમજી ગયા છે. ભાજપ માટે રાહુલ જેવાં કેટલાંક ઉદાહરણો હોવાં જોઈએ, જેથી એક રસ્તો હંમેશાં માટે સ્પષ્ટ રહે.

યોગીએ કહ્યું- ભારતમાં મુસ્લિમો જોખમમાં નથી. તેમની વોટબેંકની રાજનીતિ જોખમમાં છે. જે દિવસે ભારતીય મુસ્લિમો પોતાના પૂર્વજોને સમજી જશે એ દિવસે આ લોકોએ પોતાનો સામાન પેક કરીને ભાગી જવું પડશે.

મુખ્યમંત્રીએ ANI સાથેની મુલાકાતમાં આ વાતો કહી. તેમણે કહ્યું હતું કે 100 હિન્દુ પરિવારોની વચ્ચે રહેતો એક મુસ્લિમ પરિવાર સુરક્ષિત છે. તેને પોતાની બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા છે, પણ જો 100 મુસ્લિમ પરિવારો વચ્ચે 50 હિન્દુ પરિવારો રહે તો શું તેઓ સુરક્ષિત રહી શકે?