રાજકારણ@દેશ: કોંગ્રેસ અને ડીએમકેએ ભારત-પાકિસ્તાન સરહદ પાસે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો

લોકસભામાં દેશની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
 
રાજકારણ@દેશ: આજે લોકસભામાં ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ, જાણો અગત્યની માહિતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભામાં દેશની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ડીએમકેએ ભારત-પાકિસ્તાન સરહદ પાસે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો હતો.

પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સ સરહદથી એક કિલોમીટરની ત્રિજ્યામાં લાગુ કરાશે. જ્યારે નિયમો અનુસાર, સરહદી વિસ્તારથી 10 કિમી સુધી કોઈ બાંધકામની મંજૂરી નથી.

ખરેખરમાં, ગુજરાત સરકારે અદાણી ગ્રુપને ભારત-પાકિસ્તાન સરહદથી એક કિમીની ત્રિજ્યામાં એનર્જી પ્રોજેક્ટ માટે 25 હજાર હેક્ટર જમીન આપી છે. કોંગ્રેસ સાંસદે પ્રશ્ન કર્યો કે શું આ પ્રોજેક્ટમાં કોઈ છૂટ આપવામાં આવી હતી? આના પર, સરકારે કહ્યું કે કેન્દ્ર, રાજ્ય અને સંબંધિત એજન્સીઓ પાસેથી મંજૂરી મળ્યા પછી જ કોઈપણ પ્રસ્તાવને મંજૂરી અને લાઇસન્સ આપવામાં આવે છે.