રાજકારણ@દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મતચોરી કરી

ભાજપ સાથે મળીને મતચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને જ પસંદ કર્યા.

તેમણે કહ્યું કે CEC વિવાદ બાદ એ સવાલ ઊભો થયો કે સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી-ઇન્કમ્બન્સી કેવી રીતે કામ કરતી નથી. ભારતમાં દરેક સરકાર વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે, ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા બાદ પણ હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું.

રાહુલે 2025માં ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મતચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે પંચને સરકારની ‘B ટીમ’ પણ ગણાવી હતી. ભાજપ સાથે મળીને મતચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.