રાજકારણ@દિલ્હીઃ આજે સંસદમાં ઇકોનોમિક સર્વે પર ચર્ચા થઈ શકે, જાણો વધુ
ગુરુવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઇકોનોમિક સર્વે રજૂ કર્યો હતો
Jan 30, 2026, 14:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. સંસદમાં ઇકોનોમિક સર્વે પર ચર્ચા થઈ શકે છે. ગુરુવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઇકોનોમિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2026-2027માં જીડીપી ગ્રોથ 6.8% થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે.
બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. આ બે ભાગમાં હશે. પ્રથમ ભાગ 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 9 માર્ચથી 2 એપ્રિલ સુધીનો રહેશે. આ દરમિયાન કુલ 30 બેઠકો યોજાશે. 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ કોઈ શૂન્યકાળ રહેશે નહીં.

