રાજકારણ@દેશ: JMM નેતા હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના CM બન્યા, જાણો વધુ
શપથ લેતા પહેલા હેમંતે કહ્યું, 'આજનો દિવસ ઐતિહાસિક દિવસ હશે. આપણી એકતા એ આપણું સૌથી મોટું શસ્ત્ર છે.
Nov 28, 2024, 17:15 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઝારખંમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. હવે નવા CM બનવા જઈ રહ્યા છે. JMM નેતા હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના CM બન્યા છે. ગુરુવારે રાંચીના મોરહાબાદી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ સંતોષ ગંગવારે તેમને શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટનું વિસ્તરણ હવે પછી કરવામાં આવશે. આ સમારોહમાં ભારતની 10 પાર્ટીઓના 18 મોટા નેતાઓએ હાજરી આપી હતી. જેમાં રાહુલ ગાંધી, પં. બંગાળના મમતા બેનર્જી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ હાજર રહ્યા હતા.
હેમંત સોરેન તેમના પિતા શિબુ સોરેનનો હાથ પકડીને કાર્યક્રમના સ્થળે લઈ ગયા. શપથ લેતા પહેલા હેમંતે કહ્યું, 'આજનો દિવસ ઐતિહાસિક દિવસ હશે. આપણી એકતા એ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. આપણે ન તો વિભાજિત થઈ શકીએ કે ન તો ખુશ થઈ શકીએ. અમે ઝારખંડી છીએ, અને ઝારખંડીઓ નમતા નથી.