રાજકારણ@દેશ: સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ, ગૃહને હોબાળા વિના ચલાવવા વિપક્ષ સહમત થયું, જાણો વધુ વિગતે

વિપક્ષ SIR અને વોટ ચોરીના આરોપ પર તાત્કાલિક ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો.
 
રાજકારણ@દિલ્હી: બજેટ સત્રનો 4 દિવસ, અદાણીના ઉર્જા પ્રોજેક્ટ પર ટકરાવની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. સંસદમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. પહેલા દિવસે બંને ગૃહોમાં SIR અને વોટ ચોરીના આરોપના મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. બીજા દિવસે પણ વિપક્ષે સંસદના મકર દ્વાર સામે SIRના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ થયા હતા.

વિપક્ષ SIR અને વોટ ચોરીના આરોપ પર તાત્કાલિક ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો. બંને ગૃહોની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. 'વોટ ચોર- ગદ્દી છોડ'ના નારા પણ લગાવ્યા હતા. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બંને પક્ષોને પોતાના મીટિંગ રૂમમાં બોલાવ્યા હતા. અહીં સહમતિ બની કે આજે ગૃહ કોઈ પણ હોબાળા વગર ચાલશે.

બિરલા સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા કે. સુરેશે જણાવ્યું કે, 9 ડિસેમ્બરે ઇલેક્ટોરલ રિફોર્મ્સ એટલે કે ચૂંટણી સુધારા પર 10 કલાક ચર્ચા થશે. તેમજ તેના એક દિવસ પહેલા 8 ડિસેમ્બરે વંદે માતરમ પર પણ 10 કલાક ચર્ચા થશે. પીએ મોદી ચર્ચાની શરૂઆત કરશે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર સરકાર ગૃહમાં તેના પર ચર્ચા કરાવી રહી છે.