રાજકારણ@દેશ: ટ્રમ્પ સૌથી મોટી જીત તરફ, 7 મોટા રાજ્યોમાં બાઈડન કરતાં 57% મત મળ્યા

 બાઈડનને 7 મોટા રાજ્યોમાં માત્ર 20% મત 

 
રાજકારણ@દેશ: ટ્રમ્પ સૌથી મોટી જીત તરફ, 7 મોટા રાજ્યોમાં બાઈડન કરતાં 57% મત મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકામાં થોડા સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ટ્રમ્પ જીત તરફ ગતિ કરી દિધી છે. તેમને 7 મોટા રાજ્યોમાં બાઇડન કરતા 57% મતો મળ્યા છે.  અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના માત્ર 109 દિવસ પહેલા જ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતી જોવા મળી રહી છે. મિલવૌકીમાં ગુરુવારે રાત્રે સંમેલનમાં કાર્યકરોના ઉત્સાહ વચ્ચે ટ્રમ્પને ટિકિટ મળી. શુક્રવારે સવારે ટ્રમ્પ કેમ્પ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.

રિયલ ક્લિયર પોલિટિક્સના પોલ અનુસાર, ટ્રમ્પે 7 મોટા રાજ્યોમાં બાઈડન કરતાં 57% મતોની જંગી લીડ લીધી છે. બાઈડન 20% વોટ મેળવવામાં સફળ રહ્યા છે. આ રાજ્યો મિશિગન, વિસ્કોન્સિન, પેન્સિલવેનિયા, નેવાડા, નોર્થ કેરોલિના, એરિઝોના અને જ્યોર્જિયા છે.

છેલ્લી વખતે બાઈડન નોર્થ કેરોલિના સિવાય તમામ જીત્યા હતા. આ પોલમાં એવી શક્યતા છે કે ટ્રમ્પ રિપબ્લિકન રોનાલ્ડ રીગનનો 1980માં 44 રાજ્યો જીતવાનો રેકોર્ડ તોડી નાખશે.

આ દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેમોક્રેટિક પાર્ટીના ઉપાધ્યક્ષ કમલા હેરિસે બાઈડનના નબળા પડતા દાવાને જોઈને રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કમલાએ ઉપરાષ્ટ્રપતિ માટે સંભવિત ઉમેદવારો તરીકે સેનેટર માર્ક કેલી, ગવર્નર એન્ડી બેશિયર અને રોય કૂપરના નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.