રાજકારણ@દેશ: સંસદમાં હોબાળો, કિરણ રિજિજૂ બોલ્યા તમે માફી માંગો. ન્યાયતંત્ર પર કલંક લગાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ."

તમિલનાડુના DMK સાંસદ ટી.આર. બાલૂ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ વચ્ચે તીખી દલીલ થઈ.
 
રાજકારણ@દિલ્હી: બજેટ સત્રનો 4 દિવસ, અદાણીના ઉર્જા પ્રોજેક્ટ પર ટકરાવની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અમુક બાબતોના કારણે ગરમાવો જોવા મળતો હોય છે. આજે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં તમિલનાડુના DMK સાંસદ ટી.આર. બાલૂ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ વચ્ચે તીખી દલીલ થઈ. DMK સાંસદે એક મુદ્દા પર બોલતા એક હાઇકોર્ટના જજને 'RSS જજ' કહી દીધા. કિરેન રિજિજૂએ આના પર તરત જ વાંધો ઉઠાવ્યો.

રિજિજૂએ કહ્યું- "તમે એક જજને RSSના જજ કેવી રીતે કહી શકો. આ સંસદની મર્યાદાનું ઉલ્લંઘન છે. તમે એક જજ માટે અસંસદીય ભાષાનો ઉપયોગ ન કરી શકો. તમે માફી માંગો. ન્યાયતંત્ર પર કલંક લગાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ."

રાજ્યસભામાં વિપક્ષે ઇન્ડિગોમાં સ્ટાફની અછતના કારણે દેશભરમાં ફ્લાઇટ ઑપરેશન ઠપ્પ થવાના મુદ્દા પર કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો. રિજિજૂએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. કેન્દ્ર ઇન્ડિગોને શું મદદ કરી શકે, તેનું આકલન કરવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા ગાંધીએ સદનની બહાર કહ્યું કે ઇન્ડિગોની સમસ્યા સરકારના મોનોપોલી મૉડલના કારણે થઈ છે. સરકારે દેશની મોટાભાગની વસ્તુઓ અમુક જ લોકોના હાથમાં આપી દીધી છે. આ યોગ્ય નથી. આ અર્થવ્યવસ્થા, લોકતંત્ર અને દેશ માટે સારું નથી. આ પહેલા રાહુલ ગાંધીએ X પર કહ્યું- "ઇન્ડિગોની નિષ્ફળતા આ સરકારના મોનોપોલી મૉડલની કિંમત છે."

સંસદના શિયાળુ સત્રમાં 10 નવા બિલ રજૂ થશે. લોકસભા બુલેટિનમાં શનિવારે (22 નવેમ્બર) આ માહિતી આપવામાં આવી હતી. આમાં સૌથી મહત્વપૂર્ણ એટોમિક એનર્જી બિલ છે, જેના હેઠળ પ્રથમ વખત ખાનગી કંપનીઓ ને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે.

હાલમાં દેશમાં તમામ પરમાણુ પ્લાન્ટ સરકાર-નિયંત્રિત કંપનીઓ જેવી કે NPCIL જ બનાવે છે અને ચલાવે છે. બિલ પસાર થવા પર ખાનગી ક્ષેત્રને પણ ન્યુક્લિયર પાવર પ્રોડક્શનમાં પ્રવેશ મળશે.

સત્રમાં આવનારું બીજું મોટું બિલ 'હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા' બિલ હશે. તેમાં UGC, AICTE અને NCTE જેવી અલગ-અલગ રેગ્યુલેટરી સંસ્થાઓને સમાપ્ત કરીને એક જ રાષ્ટ્રીય કમિશન બનાવવાની યોજના છે. સરકારનું કહેવું છે કે તેનાથી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વધુ સુગમ અને પ્રભાવી બનશે.