ચૂંટણી@દેશ: 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીમાં કુલ 6.08 કરોડ નામ કપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કા હેઠળ ઉત્તર પ્રદેશમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. આ પૂર્ણ થયા બાદ 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીમાં કુલ 6.08 કરોડ નામ કપાઈ ગયા છે.
ગયા વર્ષે 27 ઓક્ટોબરે SIR પ્રક્રિયા શરૂ થતા પહેલા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ મતદારોની સંખ્યા આશરે 51 કરોડ હતી. અંતિમ યાદી જાહેર થયા બાદ આ સંખ્યા 44.92 કરોડ રહી ગઈ છે.
SIRના બીજા તબક્કામાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા સહિત પુડુચેરી, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપની અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં શુક્રવારે જાહેર થયેલી SIRની અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા 13% ઘટીને 13.39 કરોડ થઈ ગઈ છે. એટલે કે યાદીમાંથી 2.04 કરોડ લોકોના નામ કાપવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં લગભગ 91 લાખ મતદારોના નામ અંતિમ યાદીમાંથી બહાર થયા છે.

