ચૂંટણી@દેશ: આસામ, કેરળ અને પુડુચેરીમાં 296 બેઠકો પર મતદાન શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં 3 રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં 296 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આજે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમામ મતદાન મથકો પર અધિકારીઓએ મોક પોલિંગ કર્યું, જેથી EVM માં કોઈ ખામી નથી તેની ખાતરી કરી શકાય.
ત્રણેય રાજ્યોમાં લગભગ 10 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કેરળમાં 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વા સરમાના સહારે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવ રમી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આસામમાં 126 બેઠકો પર 41 પક્ષોના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કેરળમાં 2.71 કરોડ મતદારો 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પક્ષોના 294 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.

