ચૂંટણી@દેશ: બંગાળમાં બીજેપી આગળ, ભવાનીપુરથી મમતા આગળ: ભાજપ 150 અને ટીએમસી 92 બેઠકો પર આગળ ચાલી રહી
મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી ત્યાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે
Updated: May 4, 2026, 10:31 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરીણામ જાહેર થવા જઇ રહ્યું છે. બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 150 અને ટીએમસી 92 બેઠકો પર આગળ ચાલી રહી છે.
મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી ત્યાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે.
ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે આરજી કર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથને લીડ મળી છે.
મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની સ્થિતિ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો.

