ચૂંટણી@દેશ: આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

તમિલનાડુમાં 23 એપ્રિલે, આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે વોટિંગ; ગુજરાતના ઉમરેઠમાં 23 એપ્રિલે પેટાચૂંટણી; 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે. કેરળ, આસામ અને પુડુચેરી એમ ત્રણ રાજ્યોમાં મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત, ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટાચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.

ચૂંટણી કમિશનરે કહ્યું, “હું યુવાનો અને પહેલી વાર મતદાન કરનારાઓને તેમના જીવનની સૌથી મોટી જવાબદારી નિભાવવા અપીલ કરું છું. તેમણે મતદાન કરવું જ જોઈએ.”ભારતમાં ચૂંટણીઓ લોકશાહીનો ઉત્સવ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 17.4 કરોડ મતદારો અને 824 બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સમજાવ્યું કે છેલ્લા 12 મહિનામાં, ચૂંટણી પંચે પારદર્શિતા લાવવા માટે ઘણી નવી પહેલો અમલમાં મૂકી છે. પહેલો SIR હતો, જેણે ખાતરી કરી હતી કે કોઈ પણ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં ન રહે. બીજો એ હતો કે મતદાન મથકોની બહાર જ મોબાઇલ ફોન રાખવામાં આવશે. મતદાન કર્યા પછી તે પાછા લઈ શકાશે. આ સાથે, પાંચ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થશે.