ચૂંટણી@બંગાળ: આજે 15 બૂથ પર ફરી મતદાન, સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકરો વચ્ચે અથડામણ, જાણો સમગ્ર મામલો

ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં સ્થાનિક લોકોએ TMC કાર્યકરો પર હુમલો કરવાનો અને પોલીસ પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથ પર આજે ફરીથી મતદાન થયું. સાઉથ 24 પરગણામાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા.

ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં સ્થાનિક લોકોએ TMC કાર્યકરો પર હુમલો કરવાનો અને પોલીસ પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો. લોકોએ જણાવ્યું કે મતદાન કર્યા પછી TMCના લોકોએ તેમની સાથે મારપીટ કરી અને જ્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ઘણા લોકોને પગમાં, માથામાં અને હાથમાં ઈજા થઈ છે.

TMCએ આરોપ લગાવ્યો કે મગરાહાટના બૂથ નંબર 127 પર સુરક્ષા દળોએ અમારા કેમ્પમાં તોડફોડ કરી અને કાર્યકરો સાથે મારપીટ કરી. ઘટના બાદ TMC સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા છે. ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 86% થી વધુ મતદાન થઈ ચૂક્યું છે.આ ઉપરાંત, ચૂંટણી પંચે બંગાળમાં 165 વધારાના કાઉન્ટિંગ ઓબ્ઝર્વર અને 77 પોલીસ ઓબ્ઝર્વર તૈનાત કર્યા છે.