રાજકારણ@દિલ્હી: નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. નવી સરકાર રચાવા જઈ રહી છે. દિલ્હીમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 19 કે 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાવાની શક્યતા છે. આજે દિલ્હીમાં ભાજપના નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 48 ધારાસભ્યોમાંથી 9 નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. પીએમ મોદી આજે તેમના અમેરિકા પ્રવાસથી પરત ફરી રહ્યા છે. આ પછી જ દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની શક્યતા છે.
મુખ્યમંત્રી પદના મુખ્ય ઉમેદવારોમાંથી એક પ્રવેશ વર્માએ કહ્યું- ભાજપ સરકારના મુખ્ય એજન્ડામાં વિકાસ, સ્વચ્છ પાણીનો પુરવઠો, સ્વચ્છ હવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ સાથે, યમુનાની સફાઈનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને નદીની સફાઈનું પોતાનું વચન પૂર્ણ કરશે.
8 ફેબ્રુઆરીએ જાહેર થયેલા દિલ્હી ચૂંટણી પરિણામોમાં, ભાજપ 70માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તામાં પાછી આવી. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓની જેમ, આ વખતે પણ કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ભાજપે 71%ના સ્ટ્રાઇક રેટ સાથે તેની બેઠકોમાં 40નો વધારો કર્યો. તે જ સમયે, AAPએ 40 બેઠકો ગુમાવી. સ્ટ્રાઇક રેટ 31% હતો.