ધાર્મિક@ઝારખંડ: આ મંદિરમાં 26 મુખ અને 52 ભુજા સાથે હાજર છે શિવજી, દર્શનથી દૂર જાય છે પાપ

ભગવાન શિવના આ રૂપના દર્શન માત્રથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઇ જાય છે.
 
ધાર્મિક@ઝારખંડ: આ મંદિરમાં 26 મુખ અને 52 ભુજા સાથે હાજર છે શિવજી, દર્શનથી દૂર જાય છે પાપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્રાવણ માસની સરુવાત થઇ ગઈ છે.શિવજીના ભક્તો શિવ મંદિરે દર્શન કરવા જાય છે.ભગવાન શિવને પ્રસન્ન કરવા લોકો શિવજીની પૂજા,આરાધના,જાપ,તપ વગેરે  કરે છે.ઝારખંડમાં ભગાવાન શિવનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં 26 મુખ અને 52 ભુજા સાથે હાજર છે શિવજી. આ મંદિરમાં દર્શન કરવાથી  પાપ દુર થઇ જાય છે.ઝારખંડના ગુમલાના રાયડીહ પ્રખંડના મરદા ગામ સ્થિત મહાસદાશિવ મંદિર જિલ્લાનું સૌથી ભવ્ય મંદિર છે. અહીં 26 મુખ અને 52 ભુજા વાળા મહાદેવ બિરાજે છે. સાથે જ કાળા પત્થરોથી નિર્મિત 84 અન્ય દેવી દેવતા પણ છે. તેની ઉંચાઇ આશરે 85 ફૂટ છે. ગુમલામાં રાજ્યનું પ્રથમ મહા સદાશિવ મંદિર છે તથા ભગવાન શિવનું દુર્લભ સ્વરૂપ પ્રતિષ્ઠિત છે.માન્યતા છે કે ભગવાન શિવના આ રૂપના દર્શન માત્રથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઇ જાય છે.સાથે જ પરિસરમાં અનેક પ્રકારના ફૂલ,ફળ અને છોડ વાવવામાં આવ્યા છે જે આ શોભામાં અભિવૃદ્ધિ કરે છે.તે જિલ્લા મુખ્યાલયથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે. મંદિરના પટ સવારે 7.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી તથા બપોરના 3.00થી સાંજે 7.00 વાગ્યા સુધી ખુલ્લા રહે છે, જ્યાં તમે ભગવાન ભોળેનાથના અનોખ તથા ભવ્ય સ્વરૂપના દર્શન કરી શકો છો. ચાલો જાણીએ મહા સદાશિવ મંદિર વિશે મંદિરના આચાર્ય મનોરંજન મિશ્રા પાસેથી.મનોરંજન મિશ્રાએ જણાવ્યું કે, અમારા દેવાલયમાં 26 મુખ અને 52 ભુજાઓ વાળા મહા સદાશિવની પ્રતિમા સ્થાપિત છે તથા મુખ્ય દ્વાર પર નવગ્રહ સ્થાપિત છે. જેનાથી તેની શોભોમાં અભિવૃદ્ધિ થાય છે. વિષ્ણુ પુરાણમાં વર્ણવેલુ છે કે ભોળેનાથના મહા સદાશિવ સ્વરૂપના દર્શન માત્રથી મનુષ્યોના તમામ પાપ નષ્ટ થઇ જાય છે તથા મનુષ્યનું જીવન ધન્ય થઇ જાય છે. મહાદેવની મહિમા, કૃપા અપરંપાર છે.આ મંદિરના નિર્માણ તથા પ્રતિમાનું નિર્માણ વિજ્ઞાન સિંહ દ્વારા કરાવવામાં આવ્યું છે, જે ઓરિસ્સાના કારીગરો દ્વારા નિર્મિત છે. તે કોઇપણ મંદિર કે પ્રતિમાનો નમૂનો નથી. જાતે ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યું છે. તે જગતગુરુ શંકરાચાર્ય રામ સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા 2019માં સ્થાપવામાં આવ્યું છે.મહા સદાશિવ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવ સર્વજ્ઞ છે, આ વિશેષ માસ છે. તેથી શ્રાવણના આ પાવન માસમાં ભક્તોનો જમાવડો લાગે છે અને લોકો અહીં ભગવાન શિવની પૂજા અર્ચના તથા આરાધના કરવા મોટી સંખ્યામાં પહોંચે છે. આ મંદિરની મુખ્ય વિશેષતા છે કે જે ભક્ત તન-મન-ધનથી પૂજા-અર્ચના કરે છે તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તથા મહા સદાશિવ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે.