બજેટ સત્ર@દેશ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સદનમાં અભિભાષણમાં કહ્યું, આર્થિક વિકાસની ઝડપ વધી, જાણો બીજું શું કહ્યું ?

 
Draupadi Murmu

અટલ સમાચાર, ડેસ્ક

મોદી સરકારના બીજા કાર્યકાળનો અંતિમ બજેટ સત્ર શરૂ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણથી તેની શરૂઆત થઇ હતી. રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ જોઇન્ટ સેશન માટે સંસદના સદનમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ 21મી સદી માટે મંત્ર આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા સદનમાં તેમનું પ્રથમ સંબોધન છે. આ સંસદીય પરંપરાઓનું ગૌરવ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પહેલા સદનમાં ઐતિહાસિક સ્વર્ણ રાજદંડ સૈંગોલનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું, દુનિયામાં ગંભીર સંકટો છતા ભારત ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. મારી સરકાર કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ લઇને આવી છે. આ એવા કાયદા છે, જે વિકસિત ભારતની સિદ્ધિને મજબૂત પહેલ છે. ક્રિમનલ જસ્ટિસ સિસ્ટમ હવે ઇતિહાસ બની ગયો છે.

રાષ્ટ્રપતિએ રામ મંદિર બનવા, નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કર્યો ત્યારે સદનમાં તાળીઓ ગુંજી ઉઠી હતી. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓએ મેજ થપથપાવી હતી. રાષ્ટ્રપતિનું કહેવું હતું કે રામ મંદિર બનવાની આકાંક્ષા સદીઓ હતી. 25 કરોડ ભારતીય ગરીબી રેખાની બહાર આવ્યા છે. ત્રણ તલાક વિરૂદ્ધ સરકારે કડક કાયદો બનાવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આ નવા સંસદ ભવનમાં મારૂ પ્રથમ સંબોધન છે, આ બંધારણ લાગુ થવાનું 75મું વર્ષ છે.ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યુ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો. G20ની સફળતાએ આખી દુનિયામાં ભારતની ભૂમિકાને સશક્ત કરી. મારી સરકારે લાખો યુવાઓને સરકારી નોકરી આપી છે. નારી શક્તિ અધિનિયમથી લોકસભા રાજ્યસભામાં મહિલાઓનું પાર્ટિસિપેશન વધશે. રામ મંદિરનું નિર્માણની રાહ વર્ષોથી હતી પરંતુ હવે પૂર્ણ થઇ છે.

એક દેશ-એક ટેક્સ કાયદો લાવવામાં આવ્યો, બેન્કિંગ સિસ્ટમ મજબૂત થઇ છે. બેન્કોનું NPA ઘટીને 4 ટકા રહી ગયું છે. પહેલાની તુલનામાં FDI ડબલ થઇ ગયું છે. સુશાસન અને પારદર્શિતા ચલાવતા આર્થિક સુધાર થયો છે. મેક ઇન ઇન્ડિયા સૌથી મોટું અભિયાન બની ગયું છે. સંરક્ષણ વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીમાં ભાગીદારી વધી છે. આજે આપણે રમકડા નિકાસ કરીએ છીએ. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પણ સુધાર થયો છે. દેશમાં બિઝનેસને લઇને સારો માહોલ બન્યો છે. ડિઝિટલ ઇન્ડિયાથી બિઝનેસ કરવામાં આસાની થઇ છે. ડિઝિટલ ઇન્ડિયા દેશની સૌથી મોટી સિદ્ધિ બની ગયું છે. દુનિયાના બીજા દેશમાં પણ આજે યુપીએથી ટ્રાન્જેક્શનની સુવિધા આપી રહ્યાં છે.

રાષ્ટ્રપતિનું કહેવું હતું કે ગત વર્ષે દેશ માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. રાષ્ટ્રપતિએ સતત બીજા ત્રિમાસીકમાં દેશનો વિકાસ દર 7.5 ટકા રહેવાનો ઉલ્લેખ કર્યો છે અને આર્થિક નીતિઓની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું, સરકારે મોંઘવારીને કાબુમાં રાખી અને લોકો પર તેનો ભાર પડવા નથી દીધો. રાષ્ટ્રપતિનું કહેવું હતું કે સરકારે ઉજ્જવલા યોજના પર 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ગરીબોને સસ્તું રાશન આપવા માટે 20 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આયુષ્યમાન યોજનાથી મફત સારવાર આપવામાં આવી રહી છે. 11 કરોડ ઘરોને પ્રથમ વખત નલથી જળ યોજના સાથે જોડવામાં આવ્યા છે. કિડનીના દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવી છે. LED બલ્બથી વિજળીના બિલમાં બચત લાવવાનો પ્રયાસ કર્યો છે. યોજનાઓને ઝડપથી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.