રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું- 2014 પહેલા પોલિસી પેરાલિસિસનો યુગ હતો

પ્રજ્વલની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હતી

 
અપડેટ@દેશ: પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  લોકસભા ચૂંટણી પહેલા મોદીએ 2014 પહેલાના કાર્યકાળને લઈને ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું- 2014 પહેલા આપણે પોલિસી પેરાલિસિસનો યુગ જોયો છે. ભ્રષ્ટાચાર અને કથળતી અર્થવ્યવસ્થાનો યુગ જોયો છે.

મોદીએ કર્ણાટક સેક્સ સ્કેન્ડલની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું- પ્રજ્વલ માટે અમારી પાસે ઝીરો ટોલરન્સ પોલિસી છે. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ જેવા ગંભીર મુદ્દાને કોંગ્રેસે રાજકીય રમત બનાવી દીધી છે. આ સિવાય મોદીએ સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન અને મુસ્લિમોને અનામત જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

મોદીએ કહ્યું- એસસી-એસટી અને ઓબીસી સમુદાયને વિપક્ષના ષડયંત્રથી બચાવવા માટે મને પ્રચંડ બહુમતની જરૂર છે. બાબાસાહેબ આંબેડકર અને પંડિત નેહરુ ઈચ્છતા હતા કે ધર્મના આધારે અનામતની વહેંચણી ન થવી જોઈએ, પરંતુ દેશમાં કોંગ્રેસનું સમર્થન ઘટતાં કોંગ્રેસ આ માર્ગે ચાલવા લાગી.