અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે, ગંગોત્રીના મુખવામાં માતા ગંગાની પૂજા કરી
મુખવામાં પીએમના સ્વાગત માટે ગામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
Mar 6, 2025, 11:07 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે ગયા છે. દિલ્હીથી સવારે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. સીએમ પુષ્કર ધામીએ અહીં સ્વાગત કર્યું હતું. પીએમ સૌથી પહેલા તેઓ ઉત્તરકાશીના મુખવા ગયા અને માતા ગંગાની પૂજા કરી હતી.
મુખવામાં પીએમના સ્વાગત માટે ગામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વ્યુ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી, પીએમએ શ્રીકંઠ પર્વત અને હોર્ન ઓફ હર્ષિલ સાથે હર્ષિલ ઘાટી જોઈ. પદયાત્રા અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે. આ પછી, તેઓ હર્ષિલમાં એક રેલીને સંબોધન કરશે.