રાજકારણ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું
સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું
Jul 10, 2024, 11:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસે ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું. રાષ્ટ્રપતિ પુતિને પોતે મોદીને 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ' એનાયત કર્યું. મોદીએ એને ભારતીયોને સમર્પિત કર્યું.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. આ દરમિયાન પુતિને કહ્યું, 'તમે યુક્રેન સંકટનો જે ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો એના માટે અમે તમારા આભારી છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- એક મિત્ર તરીકે મેં હંમેશાં કહ્યું છે કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાંથી નીકળતો નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ શક્ય નથી.