રિપોર્ટ@દેશ: પરીક્ષા પે ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓને બોધપાઠ
ટાઇમનું યોગ્ય મેનેજમેન્ટ શીખો. તમારે ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પરીક્ષા પે ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સાથે બોર્ડ પરીક્ષાઓ વિશે વાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકો ચોગ્ગા અને છગ્ગા પર બૂમો પાડે છે પરંતુ બેટરનું ધ્યાન ફક્ત બોલ પર હોય છે. તમારે ફક્ત આ પ્રકારના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષે આ કાર્યક્રમ એક નવા ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. આ વખતે ઘણી સેલિબ્રિટીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ 8 એપિસોડમાં વહેંચાયેલો છે જેમાં વિવિધ ક્ષેત્રોના 12 સેલિબ્રિટી બાળકોના પ્રશ્નોના જવાબ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા'ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો અને PM દ્વારા લિખિત 'એકઝામ વોરિયર' પુસ્તક એકવાર અવશ્ય વાંચવા અપીલ કરી હતી.