ચૂંટણી@દેશ: વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધી 6 લાખ મતથી જીત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. વહેલી સવારથી મતગણતરી ચાલુ થઇ ગઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે. વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધી 6 લાખ મતથી જીત્યા છે. તેમણે ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે.
મધ્યપ્રદેશની વિજયપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વન મંત્રી રામનિવાસ રાવત હારી ગયા છે. બુધની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમાકાંત ભાર્ગવ 1800થી વધુ મતથી આગળ છે. શિવરાજ સિંહ ચૌહાણ બુધની સીટથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ સાંસદ બન્યા ત્યારે આ બેઠક ખાલી પડી હતી.
યુપીની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના વલણોમાં, ભાજપ ગઠબંધનને 7 બેઠકો પર અને સપાને 2 બેઠકો પર લીડ મળી છે. અખિલેશના ગઢ ગણાતી મૈનપુરીની કરહલ સીટ પર સપાને લીડ મળી છે. ભાજપે અહીં અખિલેશના પિતરાઈ ભાઈ અનુજેશ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા.
46 બેઠકો પરની મત ગણતરીમાં ભાજપ ગઠબંધન 24, કોંગ્રેસ 7, TMC 6, SP 3, AAP 3, CPI-M, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને ભારત આદિવાસી પાર્ટી 1-1 બેઠક પર આગળ છે. ભાજપના ગઠબંધનમાં JDU, હિન્દુસ્તાન અવામ મોરચા (HAM), આસામ ગણ પરિષદ (AGP), યુનાઇટેડ પીપલ્સ પાર્ટી (UPP) અને રાષ્ટ્રીય લોકદળ (RLD) સામેલ છે. ચૂંટણી પહેલા આ 46માંથી 27 બેઠકો વિપક્ષ પાસે હતી. જેમાંથી એકલા કોંગ્રેસ પાસે 13 બેઠકો હતી. તેમજ, NDA પાસે ભાજપની 11 બેઠકો સહિત કુલ 17 બેઠકો હતી.