કાર્યવાહી@દેશ: AI એન્જિનિયર આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ

તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
 
કાર્યવાહી@દેશ: AI એન્જિનિયર આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાનાં કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. લોકો સામન્ય બાબતે પણ પોતાનું જીવન ટૂંકાવી દે છે.  બેંગલુરુ પોલીસે AI એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે.

બેંગલુરુ પોલીસ ડીસીપી શિવકુમારે જણાવ્યું કે અતુલ સુભાષની સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગની પ્રયાગરાજથી ધરપકડ કરી છે. જ્યારે પત્ની નિકિતા ગુરુગ્રામમાંથી ઝડપાઈ છે. આ તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસ ગુરુવારે 12 ડિસેમ્બરે જૌનપુર પહોંચી હતી. જ્યારે પોલીસ અતુલ સુભાષના સાસરે પહોંચી તો ત્યાં તાળું હતું. ટીમે ત્યાં નોટિસ ચોંટાડી હતી. અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં FIR નોંધાયા બાદ સાસુ, સાળા અને પત્ની ફરાર થઈ ગયા હતા.