કાર્યવાહી@કોલકાતા: બળાત્કાર અને હત્યા કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવતાં સંજય રોયને દોષિત જાહેર કર્યો
સંજય રોયને દોષિત ઠેરવતાં જજે કહ્યું હતું કે તને સજા મળવી જ જોઈએ.
Jan 18, 2025, 17:50 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટે ચુકાદો સંભળાવતાં સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. જસ્ટિસ અનિર્બાન દાસે બપોરે ચુકાદો સંભળાવ્યો હતો. સંજય રોયને દોષિત ઠેરવતાં જજે કહ્યું હતું કે તને સજા મળવી જ જોઈએ.
સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. કોર્ટે 162 દિવસ બાદ ચુકાદો આપ્યો છે. બળાત્કાર-હત્યાની ઘટના 9 ઓગસ્ટ 2024ના રોજ બની હતી.
સીબીઆઈએ આરોપી સંજયને ફાંસીની સજાની માગ કરી છે. CBIએ 7 ઓક્ટોબર 2024ના રોજ આરોપી સંજય રાય વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.