કાર્યવાહી@દેશ: આજે સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી

બેન્ચે નેશનલ ટાસ્ક ફોર્સની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો; કોર્ટે કહ્યું હતું- ટાસ્ક ફોર્સ ઝડપી કામ કરે

 
હુકમ@દેશ: સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આગામી સપ્ટેમ્બર 2024 પહેલા યોજવા પણ આદેશ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુપ્રીમ કોર્ટમાં કેટલાક કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે.  આજે સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી થશે. 15 ઓક્ટોબરે થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ના કામ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, NTF ને 3 અઠવાડિયાની અંદર ડોકટરોની સલામતી અંગે પોતાના સૂચનો આપવા નિર્દેશ આપ્યા હતા.

CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે NTFને ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રોટોકોલ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ તે ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે NTFની પ્રથમ બેઠક 27 ઓગસ્ટે મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે 9 સપ્ટેમ્બર પછી કોઈ બેઠક થઈ નથી. શા માટે આગળ કોઈ કામ થયું નથી? ટાસ્ક ફોર્સે તેના કામમાં ઝડપ લાવવાની રહેશે.

તેમજ, 4 નવેમ્બરના રોજ, પશ્ચિમ બંગાળની સિયાલદહ કોર્ટે આરજી કર કેસના મુખ્ય આરોપી સંજય રોય સામે આરોપો ઘડ્યા હતા. આ કેસની સુનાવણી 11 નવેમ્બરથી રોજ થશે.

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 8 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ મળ્યો હતો. આ અંગે 42 દિવસ સુધી દેશભરમાં ડોક્ટરોએ પ્રદર્શન કર્યું હતું.